રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા13 ડિસેમ્બર, 2025| Super Admin

લોક અદાલતમાં મોટી રાહત : દિયોદર એડી.સેશન્સ કોર્ટમાં વાહન અકસ્માત કેસમાં રૂ. ૭૮ લાખનું વળતર ચૂકવાયું

લોક અદાલતમાં મોટી રાહત : દિયોદર એડી.સેશન્સ કોર્ટમાં વાહન અકસ્માત કેસમાં રૂ. ૭૮ લાખનું વળતર ચૂકવાયું

દિયોદર ખાતે તા.૧૩-૧૨-૨૦૨૫ ના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલત દરમિયાન દિયોદર એડી. સેશન્સ કોર્ટમાં વાહન અકસ્માતના એક મહત્વપૂર્ણ કેસમાં પીડિત પરિવારને મોટી રાહત મળી હતી. ઠાકોર પરિવારના વ્યાક્તિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુના કેસમાં વાહનની વીમા કંપની ગો-ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા કુલ રૂ. ૭૮,૦૦,૦૦૦/- (રૂપિયા ઈઠ્ઠ્યોતેર લાખ) નું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ કેસની સુનાવણી દરમિયાન ગો-ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. તરફથી અધિકારી દિવાકર ડી. રાવલ તથા વીમા કંપનીના વકીલ યોગેશ પી.ચાવડા રોકાયેલ હતા. જેમાં વકીલ યોગેશભાઈ ચાવડાએ ઠાકોર પરિવારને સમાધાન કરાવી ન્યાય અપાવ્યો હતો. લોક અદાલતના સમાધાન મુજબ મૃત્યુ પામનારના વારસદાર જુમાજી માનાજી ઠાકોરને આ વળતર રકમ ચુકવવાનો નિર્ણય લેવાયો હતો. નેશનલ લોક અદાલતના માધ્યમથી ઝડપી અને સુમેળભર્યો નિકાલ થતાં પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનું જણાયું હતું. આ નિર્ણયથી લોક અદાલતની કાર્યક્ષમતા અને ન્યાયની સરળ ઉપલબ્ધતા ગરીબ પરિવારો માટે સાચી સાબિત થઇ હતી.    

સંબંધિત સમાચાર