રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2026| Super Admin

બનાસકાંઠા: પડતર માંગણીઓ ન સંતોષાતા ગ્રામસેવકો મેદાને, કલેક્ટરને આવેદન આપ્યું

બનાસકાંઠા: પડતર માંગણીઓ ન સંતોષાતા ગ્રામસેવકો મેદાને, કલેક્ટરને આવેદન આપ્યું

ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની સરકારને ચીમકી : 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવક કેડરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા ગ્રામસેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના ગ્રામ સેવકોએ કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

39.jpg 168.69 KB
મહામંડળ દ્વારા અગાઉ આપવામાં આવેલા આવેદન પત્રની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સરકાર કે સંબંધિત વિભાગ દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી. જેના પગલે હવે ગ્રામસેવક મહામંડળે તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કર્યો છે.મહામંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે, ગ્રામસેવક કેડરની કામગીરી સાથે અન્ય કેડરની કામગીરીનો પણ બોજ મૂકવામાં આવી રહ્યો છે, જેના કારણે ગ્રામસેવકો પર કામનું ભારણ વધી રહ્યું છે. ઉપરાંત લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો, કર્મચારીઓને મળવા પાત્ર લાભો સમયસર આપવા સહિતની માંગણીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

મહામંડળના જણાવ્યા મુજબ ગ્રામસેવક કર્મચારીઓના પ્રશ્નોને લઈને અગાઉ સરકાર અને સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પ્રશ્નોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે મહામંડળે હવે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. મહામંડળે સરકારને તાત્કાલિક ગ્રામસેવકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અને કર્મચારીઓ સાથે સંવાદ સાધવાની માંગ કરી છે. સાથે જ આંદોલન દરમિયાન કૃષિ તથા ગ્રામ્ય ક્ષેત્રને લગતી કામગીરીને અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા સંબંધિત વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સંબંધિત સમાચાર