રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર ખાતે મહિલાઓ માટે જાતીય સતામણી પ્રતિબંધ અને નિવારણ કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

પાલનપુર ખાતે મહિલાઓ માટે જાતીય સતામણી પ્રતિબંધ અને નિવારણ કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ થીમ આધારે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત કર્મયોગી દિવસ થીમની ઉપર મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી (પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ અંગે જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં જિલ્લામાં વિવિધ કચેરીઓમાં કાર્યરત અનેક મહિલા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને કાયદાકીય જ્ઞાન સાથે તેમની હક્કોની માહિતી મેળવી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદાઓ, યોજનાઓ અને જાતિગત અસામનતા દુર કરવા અંગે સમજુતી આપવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પી.પી. ઠાકોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ફિલ્ડ ઓફિસર, DHEW ટીમ તથા PBSC સ્ટાફ સહિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર