રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠામાં સ્કાયલેન્ટર્ન અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ

બનાસકાંઠામાં સ્કાયલેન્ટર્ન અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ

ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે જિલ્લા કલેક્ટરશ્રી બનાસકાંઠા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ, બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી સ્કાયલેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ) અને ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક-નાયલોન દોરાનો ઉપયોગ, વેચાણ કે ઉત્પાદન કરવું કાયદાકીય અપરાધ ગણાશે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે સ્કાયલેન્ટર્ન અને ચાઇનીઝ માંજા પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેમના મૃત્યુનું કારણ બની શકે છે. આ ઉપરાંત, આ પ્રકારના માંજા માનવજીવન માટે પણ ગંભીર જોખમ ઉભું કરે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને આ આદેશનું પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરીને ઉત્તરાયણ પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવે.

સંબંધિત સમાચાર