થરાદના આનંદનગરમાં આજે આશા વર્કર મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે ઉગ્ર મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા અન્યાય સામે જ્યારે આશા વર્કરોએ રેલી યોજવાનું આયોજન કર્યું, ત્યારે વહીવટી તંત્ર દ્વારા રેલીની મંજૂરી ન મળતાં મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ સરકાર પર તાનાશાહી વલણનો ગંભીર આક્ષેપ કર્યો છે. આશા વર્કર મહિલાઓનો આરોપ છે કે છેલ્લા ૪-૪ મહિનાથી તેમને નિયમિત પગાર મળ્યો નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની આ મહિલાઓ માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ સાથે જ તેઓએ લઘુત્તમ વેતન પણ પૂરતું ન હોવાનો આક્રોશ ઠાલવ્યો છે. આનંદનગરમાં મોટી સંખ્યામાં આશા વર્કર મહિલાઓ એકત્ર થતાં મામલો ગરમાયો છે અને સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. મહિલાઓએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો સમયસર તેમનો પગાર ચૂકવવામાં નહીં આવે અને માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં યોજાનારા રાષ્ટ્રીય પોલિયો અભિયાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન આશા વર્કરોના આ આંદોલનથી તંત્ર દોડતું થયું છે.
થરાદમાં આશા વર્કરોનો આક્રોશ, 4 મહિનાથી પગાર ન મળતા પોલિયો અભિયાનના બહિષ્કારની ચીમકી
સંબંધિત સમાચાર
વાવ-થરાદસુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ
1 દિવસ પહેલા
વાવ-થરાદદૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
વાવ-થરાદકાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પોલીસ દ્વારા ખાસ એન્ટ્રી ટેરર સિક્યુરિટી અંતર્ગતની મોર્કડ્રિલ યોજાઈ
4 દિવસ પહેલા
