રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, પોલિયો બહિષ્કારની ચીમકી

પાલનપુરમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, પોલિયો બહિષ્કારની ચીમકી

ચાર મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોમાં રોષ 

જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય વેતન અને બાકી ચૂકવણીની માંગ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયતના બગીચામાં મોટી સંખ્યામાં આશા વર્કરો એકત્રિત થઈ રેલી યોજી હતી. અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી તેમના ઇન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવી નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. બાકી રહેલા ઇન્સેન્ટિવની તાત્કાલિક ચૂકવણી તેમજ યોગ્ય વેતન વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સાથે તેમણે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આશા વર્કરોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકાથી તેઓ પોલિયો સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. દેશને પોલિયો મુક્ત બનાવવા માં પણ આશા વર્કરોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હોવા છતાં આજે પણ તેમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનનો લાભ મળતો નથી. વધતી મોંઘવારી વચ્ચે લાંબા સમય સુધી કામગીરી કરવા છતાં મળતું મહેનતાણું અત્યંત ઓછું હોવાનું તેમણે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કરોએ ચેતવણી આપી હતી. કે જો તેમની માંગણીઓનો ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે તો આગામી પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ રાજ્યવ્યાપી હડતાલનું આંદોલન શરૂ કરવામાં આવશે. આશા વર્કરોની આ ચીમકી બાદ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર