રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં જંત્રી વધારાનો વિરોધ : બનાસકાંઠા ક્રેડાઈએ રેલી યોજી અધિક કલેકટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુરમાં જંત્રી વધારાનો વિરોધ : બનાસકાંઠા ક્રેડાઈએ રેલી યોજી અધિક કલેકટરને આપ્યું આવેદનપત્ર

બાંધકામ વ્યવસાય નેસ્ત નાબુદ થવાની સાથે લોકોનું ઘરનું સ્વપ્નું રોળાશે: રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત વધારા સામે રાજ્યભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે ક્રેડાઇ બનાસકાંઠા દ્વારા મૌન રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. રાજયના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય મહત્વનું સેકટર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા ક્રેડાઈ દ્વારા મૌન રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેવું બનાસકાંઠા ક્રેડાઈના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું. જંત્રીના નવા દરો સાયન્ટિફિક રીતે સર્વે કરી તૈયાર કરાયા નથી. જંત્રીમાં અનેક વિસંગતતાઓ છે. ત્યારે અસહ્ય વધારા સામે હાઈકોર્ટમાં જવાની અને વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગુજરાઈ ક્રેડાઈના ડિરેકટર મનુભાઈ હાજીપુરાએ આપી હતી. જંત્રી વધારાથી બાંધકામ ઉદ્યોગ નેસ્તનાબૂદ થઈ જશે અને મધ્યમ વર્ગ માટે ઘરનું સ્વપ્નું રોળાઈ જશે તેવી દહેશત વ્યક્ત કરતા ગુજરાત ક્રેડાઈના ડિરેકટર શૈલેષ જોશી, બિલ્ડર કિરીટભાઈ રાજગોર સહિતના બિલ્ડરોએ જંત્રી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર