પાટણના એક વેપારીને ચેક રિટર્ન કેસમાં હારીજ કોર્ટે એક વર્ષની સાદી કેદ અને ચેકની કુલ રકમ રૂ. 13,00,046 બે મહિનામાં ચૂકવી દેવાનો આદેશ પણ કર્યો છે. જો આ રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ કેસ પાટણના શીશ બંગ્લોઝમાં રહેતા સોની પંકજકુમાર સુરેશભાઈએ આઠ વર્ષ અગાઉ હારીજ જ્યુડિશિયલ કોર્ટમાં નોંધાવ્યો હતો. તેમણે પાટણના કલાનગર સોસાયટીમાં રહેતા અનિલકુમાર પ્રહલાદભાઈ સોની વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. કેસની વિગત મુજબ, હારીજ ખાતે કુંતેશ્વરી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા સોના-ચાંદીના વેપારી પંકજકુમાર પાસેથી પાટણના યમુનાજી જ્વેલર્સના વેપારી અનિલભાઈ સોની અવાર નવાર સોના-ચાંદીનો માલ ખરીદતા હતા.આરોપી અનિલ કુમારે છેલ્લે રૂ.13,00,046નું સોનું ખરીદ્યું હતું અને બે મહિનામાં રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું.સમય મુજબ પંકજ કુમારે ઉઘરાણી કરતા અનિલ કુમારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પાટણ શાખાનો ચેક આપ્યો હતો. આ ચેક હારીજની HDFC બેન્કમાં જમા કરાવતા બેલેન્સના અભાવે પાછો ફર્યો હતો. નોટિસ આપવા છતાં લેણી રકમ ન ચૂકવાતા પંકજકુમારે પોતાના વકીલ મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આરોપી અનિલકુમારે પોતાની સામેનો કેસ ખોટો હોવાની દલીલ કરી હતી.જોકે,ગુનો પુરવાર થતા હારીજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન. પુરાણીએ આરોપીને તકસીરવાન ઠેરવી ઉપરોક્ત સજા સંભળાવી હોવાનું જાણવા મળ્યું છે.
હારીજ કોર્ટે ચેક રિટર્ન કેસમાં પાટણના વેપારીને એક વર્ષની કેદ અને રૂ.13 લાખ ચૂકવવા આદેશ કર્યો

સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
2 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
3 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
3 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
4 દિવસ પહેલા
