રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 માર્ચ, 2026| Super Admin

ડીસાના જોરાપુરામાં રસ્તાની તકરારમાં યુવક પર જીવલેણ હુમલો : સારવાર દરમિયાન મોત નિપજ્યું

ડીસાના જોરાપુરામાં રસ્તાની તકરારમાં યુવક પર જીવલેણ હુમલો : સારવાર દરમિયાન મોત નિપજ્યું
ગામના જ ૪ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ ​ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રસ્તા પર વાહન લઈને આવવા-જવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ એક યુવક પર લોખંડની ટોમી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હાલ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.જ્યાં સારવાર દરમિયાન ગમ્ભીર ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ફરિયાદની વિગત જોતા જોરાપુરા સીમ વિસ્તારમાં રહેતા વેલજીજી ગજુજી પરમાર (ઠાકોર) ગત રોજ બપોરે પોતાના ખેતરેથી ગામમાં સામાન લેવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના શંકર ભગવાનના મંદિર પાસે પહોંચતા, અગાઉથી ત્યાં હાજર તે જ ગામના  કિશનજી ઓધારજી, ઠાકોર,મનુજી ધારજીજી ઠાકોર,  શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોર નામના શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા હતા. અને "તમે અમારી સામે વાહનો લઈને કેમ આવો છો ?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે વેલજીજીએ વળતો જવાબ આપ્યો કે આ રસ્તો જાહેર છે, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ બીભત્સ ગાળો બોલી હુમલો કર્યો હતો. ​ફરિયાદ મુજબ, આરોપી કિશનજી ઠાકોરે પોતાના હાથમાં રહેલી લોખંડની ટોમી વેલજીજીના માથામાં ઝીંકી દીધી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. અન્ય ત્રણ આરોપીઓએ લાકડીઓ વડે આડેધડ માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવતા ચારેય આરોપીઓ "જો હવે સામે મળ્યો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.​ઈજાગ્રસ્ત વેલજીજીને તાત્કાલિક ૧૦૮ મારફતે ડીસા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વિશ્વમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં  સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું તેમની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.આ મામલે ભોગ બનનારના ભાઈ દશરથજી ગજુજી પરમારની ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે કિશનજી ઓધારજી ઠાકોર,મનુજી ધારજીજી ઠાકોર,  શૈલેષજી મથુરજી ઠાકોર અને  મુકેશજી ભોમાજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર