રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 માર્ચ, 2026| Super Admin

ડીસામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી

ડીસામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી
 તેરાપંથ મહિલા મંડળ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ​દીક્ષાર્થીના માતા રસીલાબેન પરીખનું ‘પ્રેરણા સન્માન’ થી ગૌરવ ગાન   અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના તત્વાવધાન હેઠળ, ડીસા તેરાપંથ મહિલા મંડળ દ્વારા 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક ગૌરવપૂર્ણ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નારી શક્તિનો પરિચય આપ્યો હતો. ​કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર તેમજ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વર્ષાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે તેરાપંથ મહિલા મંડળના અધ્યક્ષા સંગીતાબેન બોરડિયાએ પ્રાસંગિક ઉદબોધન સાથે તમામ અતિથિઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.​કાર્યક્રમ દરમિયાન તેરાપંથ મહિલા મંડળની બહેનો દ્વારા વિષયને અનુરૂપ સુંદર અને રોચક રજૂઆત કરવામાં આવી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંસ્થાઓ જેવી કે​ભારત વિકાસ પરિષદ​,બાલ સંસ્કાર કેન્દ્ર​સ્ત્રી સમાજ, ​નેમિનાથ મહિલા મંડળ જેવી  સંસ્થાઓના હોદ્દેદારોએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જ્યારે મહિલા જાગૃત બને છે ત્યારે જ સમાજમાં સાચું પરિવર્તન આવે છે. ​આ અવસરે દીક્ષાર્થીના માતા શ્રીમતી રસીલાબેન ચીનુભાઈ પરીખનું 'પ્રેરણા સન્માન' આપી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું  ​કાર્યક્રમના અંતે હર્ષિદાબેન શ્રીશ્રીમાલ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નારી શક્તિના ઉત્સાહ અને સંકલ્પ સાથે સંપન્ન થયો હતો.    

સંબંધિત સમાચાર