મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો.જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી.આ પહેલાં 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેમણે કોર્ટના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આશ્ચર્યની વાત એ છે કે એકતરફ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ કોર્ટની ન્યાયિક કામગીરી અટકાવવામાં આવી નહોતી. કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી અને તે દરમિયાન જ સુરક્ષા એજન્સીઓએ પોતાનું સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું હતું.
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી; પોલીસ અને ડોગ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
16 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
