પાટણ પાલિકાના ઢોર ડબ્બા કર્મીઓ પર હુમલો કરનારા ચાર શખ્સોને પાસામાં ધકેલાયા

ચારે ચાર શખ્સોને અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા
પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ એલ.સી.બી.દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં રખડતા ઢોર છુટા મૂકી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડનારા અને ફરજ બજાવતા નગરપાલિકાના રાજ્યસેવકો પર હુમલો કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને પી.સી.સી. સેલ પાટણ દ્વારા ચાર શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી ચારેય ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલોમાં મોકલવાનો આદેશ કર્યો હતો.પાસા હેઠળ અટકાયત કરાયેલા શખ્સોમાં રોહિત માતમભાઈ ભરવાડ (રહે. રંગીલા હનુમાન પાછળ, પાટણ) નો સમાવેશ થાય છે, જેની વિરુદ્ધ પાટણ સીટી એ અને બી ડિવિઝનમાં હુમલા અને પાલિકાના કાયદા ભંગના ગુના નોંધાયેલા છે. તેને સુરત મધ્યસ્થ જેલ મોકલાયો છે. બીજા અટકાયતી બચુ જામાભાઈ ભરવાડ (રહે. કનસડા દરવાજા, પાટણ) વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાથી તેને અમરેલી મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે.ત્રીજા શખ્સ યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ (રહે. શાહવાડો, પાટણ) ને દાહોદ મધ્યસ્થ જેલ અને ચોથા શખ્સ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ (રહે. ધાંધલની શેરી, પાટણ) ને વલસાડ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી.પોલીસ ના એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાંઆવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું..
ટેગ્સ:#Patan city#Patan LCB#jail#Patan Municipal Corporation#cart workers#PASA#Rohit Matambahi Bharwad
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
45 મિનિટ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 કલાક પહેલા
