ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

400 બાળકોનું હેલ્થ ચેકઅપ અને 107 જેટલી બ્લડ ડોનેશન થયું
ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સરકારી એન્જિનિયર કોલેજ પાલનપુર ,એન એસ એસ યુનિટના સહયોગથી બ્લડ ડોનેશન અને હેલ્થ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ 107 જેટલી બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી. મહત્વની બાબત એ રહી કે આજે 40 જેટલા રક્ત દાન કરનાર વિધાર્થીઓ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. આ સાથે કોલેજના 400 વિધાર્થીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓનું જનરલ ચેક અપ, દાંત, આંખ, ચામડીના રોગોની તપાસ પાલનપુરના સર્વશ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યકર્મના સંયોજક હિરેનભાઈ દવે, ડૉક્ટર જીગરભાઈ લાલવાણી સાથે સહ સંયોજક હાર્દિકભાઈ જોશી, ડોક્ટર પુષ્પાબેન પટેલ હતા. જેમને સારી મહેનત કરી કેમ્પને સફળ બનાવેલ.
આ પ્રસંગે કોલેજના પ્રોફેસર મિત્રો દ્વારા પણ રક્તદાન કરી આ સેવાકાર્યમાં જોડાયા હતા. પ્રોફેસર ચેતનભાઈ દ્વારા સારા માર્ગદર્શન માં આ કેમ્પ સુંદર અને સારી પૂર્ણ કરેલ.પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના પ્રમુખ, મંત્રી, પ્રાંત મેમ્બર સાથે શાખાના સભ્યો હાજર રહી કાર્યકર્મને સફળ બનાવ્યો હતો.
ટેગ્સ:#Palanpur#Blood Donation Camp#Bharat Vikas Parishad#NSS Unit#Government Engineer College#blood bottles
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
