રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા20 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુરમાં બે દિવસ ધરોઈનું પાણી નહીં મળે

પાલનપુરમાં બે દિવસ ધરોઈનું પાણી નહીં મળે
વાવ હેડવર્ક્સમાં ક્લિયર વોટર સંપની સફાઈ અને જીઈબીનું શટર ડાઉન પાલનપુરમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ  ધરોઈ પાણીનો પુરવઠો વાવ હેડવર્ક્સ ખાતે ક્લિયર વોટર સંપની સફાઈ અને જીઈબી શટ ડાઉનના કારણે બંધ રહેશે. ધરોઈ ડેમનું પાણી પાલનપુર શહેર ઉપરાંત આસપાસના પંથકમાં પહોંચાડવામાં આવે છે ત્યારે 21 અને 22 જાન્યુઆરી ના રોજ સંપની સાફ સફાઈ અને જીઈબી શટ ડાઉનના કારણે પાલનપુર શહેરમાં ધરોઈ આધારિત પાણી  પુરવઠો બંધ રહેશે . 21 મી જાન્યુઆરીના રોજ સતલાસણા નજીક આવેલ વાવ હેડવર્કસ ખાતે  પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે  પાણીનું શુદ્ધિકરણ  કરીને પહોંચાડવામાં આવે છે જે સંપ ની નિયમિત રીતે સાફ સફાઈ  કામગીરી કરવામાં આવે છે. તે કામગીરી હાથ ધરાતા ધરોઈનો પાણી  પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત  22 મી જાન્યુઆરીના રોજ યુ.જી.વી.સી.એલ  દ્વારા શટડાઉન હોઈ તે દિવસે પમ્પિંગ પ્રક્રિયા બંધ રહેતા બીજા દિવસે પણ પાણી પુરવઠો બંધ રહેશે. ધરોઈ  પાણી પુરવઠો બે દિવસ બંધ રહેતા શહેરીજનોને પાણી કરકસરથી વાપરવા અપીલ કરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર