રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા28 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં પાર્ક કરેલ કારમાંથી રૂ.20 હજાર ઉઠાવી ગઠિયો થયો છુંમંતર

પાલનપુરમાં પાર્ક કરેલ કારમાંથી રૂ.20 હજાર ઉઠાવી ગઠિયો થયો છુંમંતર
અજાણ્યા ગઠીયા ગૃહસ્થ પર મેલું નાખી તેમની લૂંટ કરવાનો કારસો રચ્યો હતો બેંક ખાતેદાર ગૃહસ્થની સજાગતાએ ગઠિયાઓને ફાવવા દીધા નહિ: પાલનપુરમાં અવાર નવાર ચિલ ઝડપ તેમજ દર દાગીના સેરવી લેવાની ઘટનાઓ વચ્ચે ન્યુ બસ પોર્ટ પર બેંકમાં સોના ચાંદીના દાગીના મૂકવા આવેલ એક ગૃહસ્થના દાગીના પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં અજાણ્યા ગઠિયાએ ગૃહસ્થ પર મેલું નાખ્યું હતું. જેને લઇ કોઈ અજુગતું થવાનો અહેસાસ થતા ગૃહસ્થ સીધા બેંકમાં પહોચી જતાં તેમના દાગીના બચી જવા પામ્યા હતા. પાલનપુરમા ન્યુ બસ પોર્ટ ખાતે આવેલ માર્કેન્ટાઇલ બેંકમાં એક ખાતેદાર તેમના વીસ લાખની વધુની કિંમતના સોના ચાંદીના દાગીના લોકરમાં મુકવા આવ્યા હતા. જ્યા આ ગૃથસ્થ બેંક આગળ ઉભા હતા. દરમ્યાન એક અજાણ્યો યુવક આવી ને તેમને કહેલ કે તમારા પૈસા પડી ગયા છે. જેને લઇ ગૃહસ્થે કહેલ કે, પૈસા મારા નથી. જે બાદ બીજો યુવક આવીને આ ગૃહસ્થ પાસે દાગીના ભરેલ થેલી પડાવી લેવા તેમની જાણ બહાર તેમના શર્ટ પર મેલું નાખી જતો રહ્યો હતો. ત્યાર બાદ અન્ય યુવકે આવીને કહેલ કે, તમારા શર્ટ પર કઈક પડ્યું છે. જેને લઇ ગૃહસ્થને શંકા જતા તેઓ બેંકમાં જઇ શર્ટ ઉતારી દાગીના લોકરમાં મૂકી દેતા તેમના દાગીના બચી જવા પામ્યા હતા. જોકે, આ ગઠીયા બેંક બહાર તેમની ગાડીમાંથી એક બેગ ઉઠાવીને તેમાં રહેલા રૂ.વીસેક હજાર લઇ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.

સંબંધિત સમાચાર