રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પ્રાથમિક શાળાઓમાં શા.શિ.ના શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર અપાયું

પ્રાથમિક શાળાઓમાં શા.શિ.ના શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર અપાયું
ખેલ સહાયકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ વિષયને પૂર્ણકાલીન ગણી ભરતી કરવાની માંગ કરી; ગુજરાત રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી માટે કલેક્ટર કચેરીમાં શુક્રવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. ગત વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટીને માન્ય ગણી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં 5075 જેટલી શારીરિક શિક્ષણની ખાલી જગ્યાઓ દર્શાવી હતી. આવેદનપત્રમાં કરાર આધારિત ભરતી બંધ કરી, કાયમી ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને આરટીઈ 2009ની જોગવાઈ મુજબ શાળાઓમાં શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. શારીરિક શિક્ષણમાં તાલીમ પામેલા ઉમેદવારો અને ખેલ સહાયકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ વિષયને પૂર્ણકાલીન ગણી ભરતી કરવાની માંગ કરી છે. આ ભરતીથી ગુજરાતનું નામ દેશ અને વિશ્વમાં ઊંચું કરે તેવા રમતવીરો તૈયાર થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર