બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભારત બંધના એલાનને આંગણવાડી બહેનોએ સમર્થન આપ્યું

બનાસકાંઠાની આંગણવાડી બહેનોએ બંધમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું
બી.એલ ઓ.ની કામગીરી થોપવા સહિત લેબર કોડ ચારનો વિરોધ
આજે દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, એલ. આઈ.સી.સહિતના કેન્દ્રીય કર્મીઓ જોડાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંગણ વાડી બહેનોએ પણ ભારત બંધના એલાનમાં જોડાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી નીતિ અને ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવા સામે દેશના 10 ટ્રેડ યુનિયનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની હજારો આંગણવાડી બહેનો જોડાઈ હતી. જે નવા ચાર લેબર કોડ લાગુ કર્યા છે તેના વિરોધમાં આંગણવાડી બહેનોએ પણ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હોવાનું બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકર બહેનોના પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું.
આંગણવાડી બહેનોની બી.એલ.ઓ તરીકે નિમણુંક કરવા સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. લાભાર્થીઓના કે.વાય.સી કરવા સહિત બહેનોનું શોષણ બંધ કરવાની માંગ આંગણવાડી બહેનોએ કરી હતી. માનદ વેતન માં કામના ભારણ તળે દબાયેલી આંગણ વાડી બહેનોએ તેઓને હાઇકોર્ટના હુકમ મુજબ સરકારી કર્મી ગણી કાયમી કરવાની માંગ કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Banaskantha District#Anganwadi Sisters#protest movement#Privatization Opposition#Bharat Bandh#Labor Code Protests#Central Trade Unions#Anti-Labor Policies#BLO Appointment Issues#Government Employment Status#Labor Rights Advocacy#Employment Security
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
