સરકારી વિનયન કોલેજ, સુઈગામ ખાતે નશામુક્તિ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ.ડી.એન. દેવરીના માર્ગદર્શન હેઠળ, કોલેજના એન્ટી-ડ્રગ ક્લબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભરડવાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા રખાયો હતો જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નશાના દુષ્પરિણામો અને નશામુક્ત જીવનના મહત્વ વિશે વાત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવા દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓને પણ પેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૧ વિદ્યાર્થીઓ, તમામ કોલેજ સ્ટાફ, ૦૨ મેડિકલ ઓફિસરઓ અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સુઈગામ કોલેજ ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
