રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 જુલાઈ, 2026| Super Admin

અંબાજી અંડરપાસ પ્રોજેક્ટ: ભારે વાહનો પરનો ટ્રાફિક પ્રતિબંધ હટાવાયો

અંબાજી અંડરપાસ પ્રોજેક્ટ: ભારે વાહનો પરનો ટ્રાફિક પ્રતિબંધ હટાવાયો

અંડરપાસના કામમાં વિલંબ ટાળવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું સુધાર્યું

અંબાજી ટાઉનમાં ચાલી રહેલા અંડરપાસના બાંધકામને સમયસર પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ.) દ્વારા અગાઉ જાહેર કરાયેલા ટ્રાફિક પ્રતિબંધમાં આંશિક ફેરફાર કરીને અંબાજી મંદિર પરિસર વિકાસ પ્રોજેક્ટની કામગીરી સાથે સંકળાયેલી પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના બાંધકામ સામગ્રી અને ભારે મશીનરી વહન કરતા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

35.jpg 285.06 KB
અગાઉ જાહેર કરાયેલા હુકમ મુજબ અંબાજી ટાઉનમાં અંડરપાસની કામગીરીને કારણે ડી.કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ વચ્ચે ૧૨ મીટરથી વધુ લંબાઈ ધરાવતા અને બે કે તેથી વધુ એક્સલવાળા ભારે વાહનો તેમજ ૧૫ મીટરથી વધુ લંબાઈના આર્ટીક્યુલેટેડ વાહનોના પ્રવેશ પર તા. ૨૫ મે, ૨૦૨૬થી તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી દરરોજ સવારે ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્ય ઇજનેર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની રજૂઆતને ધ્યાને લઈ જાણવા મળ્યું હતું કે આ પ્રતિબંધના કારણે પ્રોજેક્ટ માટે જરૂરી બાંધકામ સામગ્રી અને ભારે મશીનરી પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી અને કામગીરીમાં વિલંબ થતો હતો. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટએ પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના પ્રોજેક્ટ સંબંધિત વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપતો સુધારિત હુકમ જાહેર કર્યો છે.

આ મુક્તિ માત્ર તેવા વાહનોને જ લાગુ પડશે કે જેમની પાસે પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના નામનું માન્ય ચલણ, બિલ અથવા અન્ય સત્તાવાર આધાર દસ્તાવેજો ઉપલબ્ધ હશે. ઉપરાંત, એજન્સી દ્વારા ખાતરી આપવામાં આવશે કે તમામ વાહનો સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સૂચનાઓનું ચુસ્ત પાલન કરશે તેમજ વાહનોની અવરજવર દરમિયાન સ્થાનિક ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ મૂળ જાહેરનામાની અન્ય તમામ શરતો, પ્રતિબંધો અને સમયગાળો યથાવત રહેશે. જાહેરનામાના કોઈપણ પ્રાવધાનનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ અને ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર