રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા1 જુલાઈ, 2026| Super Admin

અંબાજી રેલવે પ્રોજેક્ટ મંજૂર: પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અંબાજીના શરણે

અંબાજી રેલવે પ્રોજેક્ટ મંજૂર: પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અંબાજીના શરણે

ભારતના પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરી આજે વિશ્વ વિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે આવ્યા હતા.મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હરિભાઈ ચૌધરીએ વિધિ-વિધાન સાથે માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તેમને કુમકુમ તિલક કરી માતાજીની પવિત્ર ચૂંદડી અર્પણ કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમણે માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી રક્ષા પોટલી બંધાવી હતી.

દર્શન બાદ મીડિયા સાથે વાતચીતમાં હરિભાઈ ચૌધરીએ અંબાજીમાં હાલ ચાલી રહેલા રૂ. 1632 કરોડના મહત્ત્વાકાંક્ષી કોરિડોર પ્રોજેક્ટની પ્રશંસા કરી અને આ વિકાસ કાર્ય માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો.અને જણાવ્યું કે આવનારા સમયમાં અંબાજી દેશના અગ્રણી ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ વિકસશે. યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને તેમને વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.પૂર્વ ગૃહમંત્રીએ યાદ અપાવ્યું કે જ્યારે તેઓ બનાસકાંઠાના સાંસદ હતા ત્યારે તેમણે અંબાજી સુધી રેલવે લાઇનની માંગણી કરી હતી. આજે તે સ્વપ્ન સાકાર થતાં તેમને વિશેષ આનંદ અને સંતોષની લાગણી થઈ હોવાનું જણાવ્યું. અંતમાં તેમણે સમગ્ર ગુજરાત અને ભારત દેશ સતત વિકાસના માર્ગે આગળ વધે અને સર્વત્ર સુખ-સમૃદ્ધિ ફેલાય તેવી જગદંબાને પ્રાર્થના કરી હતી.

ટેગ્સ:#Ambaji#Maa Amba

સંબંધિત સમાચાર