રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી ભાદરવી મેળો પાલનપુર એસટી વિભાગને ફળ્યો

અંબાજી ભાદરવી મેળો પાલનપુર એસટી વિભાગને ફળ્યો
એસટી વિભાગના સાત ડેપો દ્વારા 2063 બસોમાં 8,99,642 યાત્રાળુઓએ મુસાફરી કરી એસટી વિભાગે સાત દિવસના મેળા દરમિયાન 3.83 કરોડ રૂપિયાની બમ્પર આવક મેળવી જગ વિખ્યાત અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પાલનપુર એસટી વિભાગે તા.1 સપ્ટેમ્બર થી 7સપ્ટેમ્બર સુધી યોજાયેલ મેળા દરમિયાન યાત્રાળુઓના ઘસારાને લઈને મેળા માટે વિશેષ વ્યવસ્થાના ભાગ રૂપે અંબાજી જતા યાત્રાળુઓને મેળામાં જવા- આવવા માટે મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા મુખ્યાલય પાલનપુર એસટી વિભાગના સાત ડેપો અંબાજી, ડીસા, દિયોદર, પાલનપુર, રાધનપુર, સિદ્ધપુર અને થરાદ દ્વારા 2063 બસોની 19360 ટ્રિપ દ્વારા 899642 યાત્રાળુ-પેસેન્જરોએ મુસાફરી કરતા પાલનપુર એસટી વિભાગને 3,83,95,960 રૂપિયાની બમ્પર આવક મેળવી છે. પાલનપુર એસ.ટી વિભાગના સાત ડેપો પૈકી સૌથી વધુ અંબાજી ડેપોએ 1 કરોડ 37 લાખ 54 હજાર 574 રૂપિયાની આવક મેળવી છે.તો સૌથી ઓછી થરાદ ડેપોએ 5 લાખ 60 હજાર 368 રૂપિયાની આવક મેળવી છે. ગત વર્ષ કરતા 62.40 લાખની આવક વધી : ડી.ટી.ઓ. આ અંગે પાલનપુર એસટી વિભાગના ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાદરવી મહા મેળા દરમિયાન એસટી વિભાગ તરફથી અંબાજી મેળામાં કોઈ પણ યાત્રાળુઓને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી વધારાની બસો મૂકીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે સાત દિવસના મેળામાં 3,83,95,966 ની બમ્પર આવક થઈ છે. જે ગત વર્ષ કરતા 62,40,189 લાખ વધુ આવક થઈ છે.    
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર