રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઝેરડા ગામે વીજ કનેક્શન માટે લાંચની માંગણીનો આક્ષેપ : UGVCLના બે કર્મચારીઓ સામે ACBમાં લેખિત ફરિયાદ

ઝેરડા ગામે વીજ કનેક્શન માટે લાંચની માંગણીનો આક્ષેપ : UGVCLના બે કર્મચારીઓ સામે ACBમાં લેખિત ફરિયાદ

ડીસા તાલુકાના ઝેરડા ગામે વીજ કનેક્શન આપવા મામલે લાંચ માગવાનો આક્ષેપ થતાં ચર્ચા જગાઈ છે. ઝેરડા ગામના રહીશ લીલાભાઈ વિહાભાઈએ પાલનપુર સ્થિત પી.આઈ. એસીબીને લેખિત અરજી આપી UGVCLના હેલ્પર અને આર. પંચાલ તથા સી.ડી. પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અરજી મુજબ, અરજદાર  લીલાભાઈ  દ્વારા પોતાના ખેતરમાં નવો બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન લેવા માટે કેરડા UGVCL ઓફિસમાં જરૂરી કાગળો સાથે અરજી કરી હતી. આ દરમિયાન ઓફિસના હેલ્પર લાઇનમેન  એચ આર. પંચાલે સર્વે કરવા માટે પહેલા 1500 રૂપિયા માગ્યા હતા, જે અરજદારે ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ કામ આગળ વધારવા માટે ફરીથી કુલ 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજદારના પુત્ર ભરતભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રૂપિયા નહીં આપીએ તો વીજ કનેક્શન આપવામાં નહીં આવે તેવી પણ ધમકી આપવામાં આવી હતી.અરજદારે વધુમાં જણાવ્યું છે કે હાલમાં બે સિઝનથી પાણી વગર ખેતી કરવી મુશ્કેલ બની છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે. આ અરજી બાદ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.        

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર