રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન બાદ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તો ની વ્હારે

અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલેશન બાદ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તો ની વ્હારે
70 પરિવારોને પી.એમ.આવાસ યોજના હેઠળ સત્વરે પાકા મકાન મળી રહે તે માટે સર્વેની કામગીરી પૂર્ણ, તેમને મળશે ઘરનું ઘર શકિતપીઠ અંબાજી ધામના વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1200 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવનાર છે. જેને લઇને સરકારની સૂચના અનુસાર ગત રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી ખાતે નાના મોટા કુલ 79 કાચા-પાકા મકાનોને તોડીને દબાણોને દુર કરાયા હતા. વહીવટીતંત્ર દ્વારા અંબાજી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 50 મીટર જેટલો રસ્તો પહોળો કરવા માટે સરકારી જમીન પર કરેલા દબાણ દૂર કરવા ત્યાંના રહીશોને બે મહિના પહેલા નોટીસ આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રહીશોના સાથ સહકારથી વહીવટી તંત્રએ બે દિવસ અગાઉ શાંતિપૂર્ણ માહોલમાં દબાણ દૂર કર્યા હતા. તંત્રએ સ્થાનિક રહીશોને રોકાવા માટે તથા માલ સામાન ખસેડવા માટે પણ વ્યવસ્થા કરી હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલે સંવેદનશીલ નિર્ણય કરી આ પરિવારોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવા સ્થાનિક તંત્રને સૂચના આપી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ કુટુંબોને રહેવા મકાન મળી રહે તે માટે વહીવટીતંત્ર એ સત્વરે તમામ 79 પરિવારોના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. જેમાં 9 પરિવારો અગાઉ થી પીએમ આવાસ યોજના હેઠળ પાકા મકાન ધરાવે છે. જ્યારે બાકીના લાયકાત ધરાવતા 70 પરિવારોને પી.એમ આવાસ યોજના હેઠળ તમામ પ્રાથમિક સુવિધા સાથે સત્વરે લાભ પ્રદાન થઈ શકે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ બન્યું છે. અહી નોંધનીય છે કે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ધાર્મિક સ્થળ અંબાજીની કાયાપલટ થવાની છે. આ વિકાસ કાર્યોમાં મંદિર પ્રાંગણ ત્રણ ગણું જ્યારે ગબ્બર મંદિર પરિસરનું બમણું વિસ્તરણ કરાશે. આ વિકાસના માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે. ગબ્બર અને મંદિરને જોડતો શક્તિપથ પણ તૈયાર કરાશે જેનાથી શ્રદ્ધાળુઓ વિશા યંત્રના દર્શન કરીને મંદિર પ્રાંગણના ચારર ચોક થી 2.5 કી.મી ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માન સરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતાના મંદિરને જોડવામાં આવનાર છે.

સંબંધિત સમાચાર