રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ4 જૂન, 2026| Super Admin

થરાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ

થરાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વાવ - થરાદ જિલ્લામાં તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વાવ - થરાદ જિલ્લા કલેક્ટર  મયુર મહેતાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ અને નાગરિકો સક્રિય સહભાગી બનશે. 

કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર એ અધિકારી ઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર તુષાર જાનીએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. ૦૫ જૂને ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ વોર્મિંગ સામે હરિત ઉપાયરૂપ આ અભિયાનમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકો જોડાઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, તેમજ અધિક્ષક કલેકટર તુષાર જાની પ્રાંત અધિકારી સાજન મેર અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત સબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર