રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા23 નવેમ્બર, 2025| Super Admin

ઊંઝા ગંજ બજારમાં દૈનિક તલની 700 બોરીની આવક નોંધાઈ

ઊંઝા ગંજ બજારમાં દૈનિક તલની 700 બોરીની આવક નોંધાઈ

ઊંઝા ગંજબજાર ખાતે દૈનિક તલની 500 થી 700 બોરીની આવક જોવા મળી રહી છે. જ્યારે સારા માલના મણે રૂ 2500 થી 2700 સુધીના જોવા મળ્યા હતા. હાલ ઉત્તર ગુજરાત સહિત કાઠિયાવાડથી તલની આવકો આવી રહી છે. ચોમાસું તલની આવકો નવરાત્રી એટલે કે ઓક્ટોબર થી જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વ સુધી રહે છે. હાલ તલની ઘરાકી લોકલ ઘાણીની છે. જે શિયાળુ વસાણાની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જે જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ સુધી રહેશે. તલનો ઉપયોગ કચ્ચરીયુ, ચીકી, રેવડી જેવી શિયાળું વસાણા બનાવવામાં થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં તલના તેલનો પણ વપરાય વધુ રહે છે. જેમ જેમ ઠંડી જોર પકડશે તેમ તેમ વસાણાની ચીજવસ્તુઓનો વપરાય વધશે. વર્ષમાં બે વખત તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળું તલનું વાવેતર માર્ચ મહિનામાં થાય છે જ્યારે તેની આવકો જુન મહિનાથી શરૂ થાય છે. જે આવક માત્ર એકજ મહિના સુધી રહે છે. જ્યારે ચોમાસું તલનું વાવેતર જુલાઈ મહિનામાં થાય છે જ્યારે તેની આવકો નવરાત્રી પછી ઓક્ટોબર મહિનામાં શરૂ થાય છે. જુન મહિનો તલની આવકો રહે છે જ્યારે જુલાઈ મહિનામાં આવકો કપાય છે.    

સંબંધિત સમાચાર