રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ફેબ્રુઆરી, 2026| Super Admin

સમી કોર્ટે રૂ.6.24 લાખના દારૂ કેસમાં ખોટી નંબર પ્લેટવાળા ટેન્કર માલિકને 3 વર્ષની સજા ફટકારી

સમી કોર્ટે રૂ.6.24 લાખના દારૂ કેસમાં ખોટી નંબર પ્લેટવાળા ટેન્કર માલિકને 3 વર્ષની સજા ફટકારી

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીકથી ખોટી નંબર પ્લેટવાળા ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વી.એમ. વણકરે ટેન્કર માલિક લક્ષ્મણ રામ ભીમારામ મુલારામ ઇસરામ જાટને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 6000 નો દંડ ફટકાર્યો છે. આ ઘટના 28 જુલાઈ, 2018ના રોજ સમી-રાધનપુર હાઈવે પર બાસ્પા ગામના બસ સ્ટેન્ડ પાસેથી નાકાબંધી દરમિયાન બની હતી. પોલીસે રૂ. 6,24,000નો વિદેશી દારૂ અને રૂ. 5 લાખનું ટેન્કર મળી કુલ રૂ. 11,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી લક્ષ્મણ રામ જાટ (ઉં.વ. 30), જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અનદાનીયોનકા તલાનો રહેવાસી છે, તેને તે દિવસે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 465 (બનાવટી દસ્તાવેજ બનાવવો) અને 468 (છેતરપિંડીના હેતુથી બનાવટી દસ્તાવેજ બનાવવો) હેઠળ દોષિત ઠેરવ્યો હતો.કલમ 465 હેઠળ, આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવી પડશે. જ્યારે કલમ 468 હેઠળ, ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 5000નો દંડ કરવામાં આવ્યો છે, જેમાં દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની જોગવાઈ છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો.આ કેસમાં સરકારી વકીલ એમ.જે. કોરાટે રજૂઆત કરી હતી. કોર્ટે પોતાના 40 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમાજમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સામાજિક સુરક્ષાની સ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે. આરોપીએ પોતાની માલિકીના ટેન્કરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો આચર્યો હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું હતું.સરકારી વકીલે દલીલ કરી હતી કે, IPC 465 માં બે વર્ષ અને 468 માં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.આવા ગુનાઓ વારંવાર બનતા હોવાથી સમાજમાં દાખલો બેસે તે હેતુથી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ આરોપી લક્ષ્મણરામ સામે અગાઉ નોંધાયેલા અન્ય એક ગુનામાંથી તેને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.    

સંબંધિત સમાચાર