રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

ડીસાના જોરાપુરા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારીયા પકડાયા

ડીસાના જોરાપુરા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારીયા પકડાયા
એલસીબી પોલીસે રીક્ષા સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે, પાલનપુર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) પોલીસ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાપુરા ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જોરાપુરા ગામમાં ગોગા મહારાજના મંદિર સામે આવેલ એક અવાવરુ- ખંડેર ઘરની ખુલ્લી ઓસરીમાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો શ્રાવણીયો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં (1) મહેશભાઈ જગાભાઈ પરમાર (રહે. સમશેરપુરા, તા. ડીસા) (2) પીન્ટુજી રમેશજી સોલંકી (રહે. જોરાપુરા, તા. ડીસા) (3) લેબજીજી વેરશીજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) (4) વિક્રમજી ફુલાજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) (5) વિનોદજી શંભુજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) અને (6) ગોરઘનજી નટાજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) ને પકડી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂ. ૧૨,૪૪૦/-, પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ.૨૮,૫૦૦/-), એક ઓટો રીક્ષા (કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-) અને એક મોટર સાયકલ (કિંમત રૂ.૫૦,૦૦૦/-) મળી કુલ રૂ.૧,૯૦,૯૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ પકડાયેલા જુગારીયા વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર