રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ18 જૂન, 2025| Super Admin

૧૪૩મી રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ૨૦ હજાર કિલો મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરાશે

૧૪૩મી રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ૨૦ હજાર કિલો મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરાશે
મગ અને ચણાના પ્રસાદની સેવાભાવી મહિલાઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ચાલુ સાલે પણ રથયાત્રામાં પ્રસાદ વિતરણની જવાબદારી છબીલાવ્યાયામ મંડળના યુવાનો નિભાવશે; ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ માંથી નીકળતી ભગવાન જગન્નાથજી ની ચાલુ સાલે તા. ૨૭ જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી ૧૪૩ મી રથયાત્રાની શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અષાઢી બીજ ના પવિત્ર દિવસે પાટણ શહેરના રાજમાર્ગો પરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓ માટે મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના દર્શનાર્થે આવનાર લાખો જગન્નાથ ભક્તોને ભગવાન જગન્નાથજી નો ચણા અને મગ નો પ્રસાદ મળી રહે તેવા ઉદ્દેશ સાથે ૨૦ હજાર કિલો ચણા અને મગ ના પ્રસાદની સફાઈ કામગીરી પાટણની સેવાભાવી બહેનો દ્વારા જગન્નાથ મંદિર પરિસર ખાતે હાથ ધરવામાં આવી  હોવાનું શ્રી જગન્નાથ મંદિર  ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માં પાટણના જાણીતા છબીલા વ્યાયામ મંડળના સેવાભાવી યુવાનો દ્વારા આ પ્રસાદનું ભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે. ચાલુ સાલે પણ આ મંડળના યુવાનો ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના દર્શનાર્થે આવનાર લાખો જગન્નાથ ભક્તોને પ્રસાદનું વિતરણ કરનાર હોવાનું તેઓએ જણાવી છબીલા વ્યાયામ મંડળના યુવાનો ની નિસ્વાર્થ સેવાને તેઓએ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ વતી સરાહી આભાર ની લાગણી વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર