પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક મોટો અકસ્માત થયો છે. બુધવારે એક બસ રોડ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને અગિયાર લોકો માર્યા ગયા હતા. 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બસ કરાચીથી પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં જઈ રહી હતી. લાહોરથી લગભગ 500 કિલોમીટર દૂર રાજનપુરમાં આ અકસ્માત થયો હતો.પાકિસ્તાનની રાષ્ટ્રીય કટોકટી સેવા, રેસ્ક્યુ 1122 ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ અકસ્માત હાઇવેના એક ભાગ પર થયો હતો જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.
પ્રવક્તાએ પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસ ખૂબ જ ઝડપથી ચાલી રહી હશે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રવક્તાના જણાવ્યા મુજબ, બસ ખૂબ જ ઝડપથી જઈ રહી હતી ત્યારે તે ડિવાઈડર સાથે અથડાઈ, જેના કારણે તે પલટી ગઈ. ઘટના સમયે બસમાં અસંખ્ય મુસાફરો હતા, અને ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.





