રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય19 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમેરિકી સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે 1024 વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી ન મળી

અમેરિકી સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે 1024 વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી ન મળી

(જી.એન.એસ) તા. 19

વોશિંગ્ટન,

અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટો ચિંતા નો વિષય, થોડા દિવસ અગાઉ  અમેરિકાએ 10000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, હવે તેમને દેશમાં રહેવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. આ વિદ્યાર્થીઓ સંકટમાં ફસાઈ ગયા છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહિવટીતંત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને દલીલ કરી છે કે, સરકારે અચાનક તેમની અમેરિકામાં રહેવાની પરવાનગી પાછી ખેંચી લીધી છે.

સંઘીય સરકારે અમેરિકામાં રહેવાની કાયદાકીય પરવાનગી પાછી ખેંચી લેતા અનેક વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. તેમના પર કસ્ટડી અને દેશનિકાલ કરવાનું સંકટ ઉભું થયું છે. આ વિદ્યાર્થીઓમાં હાર્વર્ડ અને સ્ટૈનફોર્ડ જેવી ખાનગી યુનિવર્સિટીઓ, મૈરીલેન્ડ યુનિવર્સિટી અને ઓહિયો યુનિર્સિટી જેવી અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સામેલ છે. સ્ટુન્ડ વિઝા રદ કરવા મામલે એસોસિએટેડ પ્રેસે યુનિવર્સિટીઓ અને શાળાઓના અધિકારીઓ તેમજ કોર્ટ રેકોર્ડની સમીક્ષા કરી છે, જે મુજબ અત્યાર સુધીમાં 160 કૉલેજો અને યુનિવર્સિટીઓના ઓછામાં ઓછા 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અથવા તો તેમની પાસેથી અમેરિકામાં રહેવાની કાયદાકીય પરવાનગી પાછી ખેંચી લીધી છે.

આ બાબતે વિદ્યાર્થીઓએ ગૃહ મંત્રાલય વિરુદ્ધ કરેલા કેસમાં કોર્ટમાં દલીલ કરી છે કે, ‘અમેરિકન સરકાર દ્વારા અમારા વિઝા રદ કરવાનો અથવા અમેરિકામાં રહેવાની કાયદીય પરવાનગી પાછી ખેંચી લેવાનું કોઈ યોગ્ય કારણ નથી.’ ત્યારબાદ કોર્ટે ગૃહ મંત્રાલયના અધિકારીઓને જવાબ આપવા સંદેશ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી.

આ બાબતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓને ટ્રાફિક જેવા સામાન્ય મુદ્દે નિશાન બનાવાયા છે. આમાંથી કેટલીક ઘટનાઓ ઘણા સમય પહેલા બની હતી. કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે સ્પષ્ટ નથી. કૉલંબિયા યુનિવર્સિટીના કાર્યકર્તા મહમૂદ ખલીલની કસ્ટડી સહિત કેટલાક મામલાઓમાં ટ્રમ્પ તંત્રએ કહ્યું છે કે, પેલેસ્ટાઇન તરફી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બિન-અમેરિકનોને દેશનિકાલ કરવાની મંજૂરી આપવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર