હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી બાવળીયા

પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા કરવી અને ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટી તંત્રને તાકીદ કરતા મંત્રી; જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગુરુવારે હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત તેઓએ લીધી હતી.
આ બેઠકમાં મંત્રી બાવળીયાએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ-કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે, પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ કરી હતી.
વધુમાં તેઓએ હારીજ ગામના પીવાનાં પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવવા માટે વહીવટી તંત્રને તાકીદ કરી હતી.
ટેગ્સ:#Review Meeting#Drinking Water Supply#Irrigation Department#Water Supply Minister#Harij Supply Corporation#Sami Head Works#Ghost Connections#Food Grain Distribution#E-KYC Implementation#Welfare Schemes#DBT Assistance#Water Resources Management#Advance Planning for Water Supply
સંબંધિત સમાચાર
પાટણપાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
3 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
3 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
4 દિવસ પહેલા
