રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના કસલપુરામાં જળસંકટ: થાળી-વેલણ સાથે મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી

મહેસાણાના કસલપુરામાં જળસંકટ: થાળી-વેલણ સાથે મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી

ઉનાળાની આકરી ગરમી વચ્ચે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનું કસલપુરા ગામ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા આઠ માસથી પીવાના પાણીની અછતને કારણે આશરે ૨,૦૦૦ નાગરિકો અને ૮૦૦ જેટલા પશુઓની હાલત કફોડી બની ગઈ છે. વહીવટી તંત્ર સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ ન મળતાં આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ છે.

પાણીની પારાવાર મુશ્કેલીઓથી કંટાળેલી ગામની મહિલાઓએ આજે પોતાનો રોષ ઠાલવવા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી પર હલ્લાબોલ કર્યો હતો. કચેરીના પટાંગણમાં જ મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ હાથમાં થાળી અને વેલણ વગાડીને તંત્રના બહેરા કાનો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ બહુચરાજી બેઠકના સ્થાનિક ધારાસભ્ય સામે પણ લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ગ્રામજનોના આગેવાનોએ મહેસાણાના અધિક કલેક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને ગામની ભયંકર સ્થિતિનો ચિતાર આપ્યો હતો અને સત્વરે નવો બોરવેલ મંજૂર કરી આપવાની તાતી માંગણી મૂકી હતી.

સ્થાનિક મહિલા શિલ્પાબેને પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, "છેલ્લા આઠ મહિનાથી ગામનો સરકારી બોરવેલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. બીજી તરફ, નર્મદા યોજનાનું પાણી પણ ત્રણ-ત્રણ દિવસે માંડ એકવાર આવે છે. માણસો તો ગમે ત્યાંથી અને ગમે તેટલે દૂરથી પાણી લાવીને પોતાની તરસ છીપાવી લે છે, પરંતુ ગામના ૮૦૦ જેટલા મૂંગા પશુઓને પાણી કેવી રીતે પાવું તે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે." ખેતી અને પશુપાલન પર નિર્ભર આ ગામના લોકોએ વહીવટી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે જો ટૂંક સમયમાં ગામમાં નવો બોરવેલ બનાવીને પીવાના પાણીની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન છેડવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana City

સંબંધિત સમાચાર