પોલીસે ઘટના સ્થળે આવી લાશના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી; સરસ્વતી તાલુકાના મોટા નાયતા ના વાલ્મિકી સમાજના બે યુવાનોનું અગમ્ય કારણોસર તળાવ માં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ધટના મંગળવારે પ્રકાશમાં આવવા પામી છે ત્યારે બનાવને પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ દશરથભાઈ પોપટભાઈ વાલ્મિકી ઉ.વ.૧૬ અને રાજેશભાઈ સોમાભાઈ વાલ્મિકી ઉ.વ.૧૮ ગામ તળાવ પાસે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ભાઈનો પગ લપસતા બીજા ભાઈ મદદ કરવા જતા બન્ને તળાવના ઉંડા પાણીમાં ગરક થતા અને બનાવની જાણ ગામ લોકો ને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તરવૈયાઓની મદદથી બન્ને લાશને બહાર કાઢી હતી તો બનાવની જાણ પોલીસને થતાં તેઓએ ધટના સ્થળે આવી લાશના પંચનામા કરી પીએમ અર્થે મોકલી આપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ના બે યુવાનો તળાવમાં ડૂબી જતાં મોત ને ભેટ્યા

ટેગ્સ:#police investigation#Emergency Services#Community Response#Saraswati Taluka#Youth Safety#Drowning Incident#Youth Tragedy#Mota Nayata#Valmiki Community#Lake Accident#Water Safety
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
