રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ19 એપ્રિલ, 2025| Super Admin

વિશ્વ વિરાસત દિને પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં પર્યટકો ને નિઃશુલ્ક પ્રવેશ અપાયો

વિશ્વ વિરાસત દિને પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં પર્યટકો ને નિઃશુલ્ક પ્રવેશ અપાયો
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની જાહેરાત થી પયૅટકો ઐતિહાસિક ધરોહર ની મફતમાં મજા માણી; આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મા તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પયૅટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોય જે અંતર્ગત પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પયૅટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. રાણકીવાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે 40 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 600 રૂપિયાનો પ્રવેશ દર વસુલવામાં આવે છે. પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પયૅટકોને રાણકીવાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં 500 થી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકીવાવની કલાકૃતિઓ અને શિલ્પ સ્થાપત્યનો નજારો માણ્યો હતો. આ ઉપરાંત 200 જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો. વિશ્વ વિરાસત દિવસેઆર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો માં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં.

સંબંધિત સમાચાર