રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 નવેમ્બર, 2024| Super Admin

ડીસાના મુડેઠા ટોલનાકા પાટિયા નજીક રાજસ્થાનના યુવકના હત્યારા ઝડપાયા

ડીસાના મુડેઠા ટોલનાકા પાટિયા નજીક રાજસ્થાનના યુવકના હત્યારા ઝડપાયા

સીસીટીવી ફૂટેજ ના આધારે ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો ડીસાના મુડેઠા નજીક રવિવારે રાજસ્થાનના યુવકના માથામાં પક્કડ મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન પોલીસે જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતની તપાસ કરી ત્રણ હત્યારાઓને ઝડપી લીધા હતા. રિક્ષા ભાડુ તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા માટેના ઝઘડામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ. ડીસા તાલુકાના મુડેઠા ગામના ટોલનાકા નજીક તારીખ, 2 નવેમ્બર 2024 ના રાત્રીના સુમારે રાજસ્થાનના શ્રવણરામ નિમ્બારામ ગોદારા (જાટ)ની હત્યા કરવામાં આવી હતી. જેનો ભીલડી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. જેની વિગતો એવી છે કે, શ્રવણરામ કાંકરેજ તાલુકાના ચાંગા ગામેથી રસોઈ નું કામ કરતા હતા જેઓ તહેવારો પર પોતાના ઘેર રાજસ્થાન જાવા નીકળ્યા હતા તે દરમિયાન થરા થી ભીલડી સુધી જવા માટે થરા થી સ્પેશિયલ રીક્ષા કરી ભીલડી જવા નીકળ્યા હતા 

દરમિયાન ખીમાણા સીએનજી પંપે રિક્ષાચાલક શ્રવણભાઈ ચેહરાભાઈ રાવળ (સાલાણી) (રહે. કાકર ઠાકોરવાસ તા. કાંકરેજ જી.બનાસકાંઠા) સાથે અલ્પેશજી ગલાબજી ઠાકોર (દેલણીયા) (રહે હાલ.ખસા બાલાજી ગોવિંદજી ઠાકોરના ઘરે તા. કાંકરેજ જી. બનાસકાંઠા) અને સંજયજી નારખનજી ઠાકોર (ભોદણીયા) (રહે.ખસા તા.કાંકરેજ  જી.બનાસકાંઠા) ખીમાણાથી રીક્ષામાં બેઠા હતા. જ્યા ભાડું આપવા બાબતે તેમજ રિક્ષા ઝડપથી ચલાવવા બાબતે  બોલાચાલી થતાં ત્રણેય ઇસમોએ માથાના ભાગે કપાળ ઉપર લોખંડનું પક્કડ  માર્યુ હતુ. અને નાસી ગયા હતા. દરમિયાન શ્રવણભાઇને સારવાર અર્થે પાલનપુર અને વધુ સારવાર માટે જોધપુર લઈ જતાં ત્યાં મૃત્યુ થયું હતું. ભીલડી પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ તપાસી સહિત જુદીજુદી ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકની પત્ની પેગ્નેનેટ છે બાળકે પિતા નું મોઢું પણ જોયું નથી.

સંબંધિત સમાચાર