રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ODI સિરીઝ માટે ટીમની જાહેરાત, આ ખેલાડી 6 વર્ષ પછી ટીમમાં પરત ફર્યો

વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં શરૂઆત સારી રહી ન હતી, પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1થી પરાજય થયો હતો. હવે, વેસ્ટ ઈન્ડિઝ ટીમને 16 નવેમ્બરથી યજમાન ટીમ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પબેલ છ વર્ષ પછી પરત ફર્યા છે. આ ODI શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં, આ ફોર્મેટમાં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. કિવી ટીમ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણીની પહેલી મેચ રમશે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની વાત કરીએ તો, જોન કેમ્પબેલની વાપસી ઉપરાંત, જોહાન લિયોન અને શમર સ્પ્રિંગરને પહેલીવાર ODI ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, ફાસ્ટ બોલર મેથ્યુ ફોર્ડ, જે ખભાની ઈજા બાદ વાપસી કરી રહ્યા છે અને T20 ટીમનો પણ ભાગ હતા, તેમને પણ ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રણેય ખેલાડીઓને અકીલ હોસીન, ગુડાકેશ મોતી અને રેમન સિમોન્ડ્સના સ્થાને સામેલ કરવામાં આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે બાંગ્લાદેશના પ્રવાસ પર તેની છેલ્લી ODI શ્રેણી રમી હતી, જેમાં અલઝારી જોસેફ, શમર જોસેફ અને જેડિયા બ્લેડ્સ ભાગ હતા, પરંતુ ઈજાને કારણે તેઓ આ શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં.
બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન સારું પ્રદર્શન ન કરનાર બ્રાન્ડન કિંગના સ્થાને જોન કેમ્પબેલને વેસ્ટ ઈન્ડિઝની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મને કારણે કેમ્પબેલ ODI ટીમમાં પાછો ફર્યો છે. ભારતના પ્રવાસ દરમિયાન રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં જોન કેમ્પબેલે શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત, સુપર50 કપ ટૂર્નામેન્ટની છેલ્લી સીઝનમાં કેમ્પબેલે 7 ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા હતા, જેમાં તે જમૈકા ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમ
શાઈ હોપ (કેપ્ટન), એલીક એથાનાઝ, અહકીમ ઓગસ્ટે, જોન કેમ્પબેલ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, અમીર જંગૂ, જોહાન લેને, ખારી પિયર, શેરફેન રધરફોર્ડ, જેડન સીલ્સ, રોમારિયો શેફર્ડ, શમર સ્પ્રિંગર.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
રમતગમતફિક્સિંગ તપાસ બાદ PCB દ્વારા મોહમ્મદ રિઝવાનને રાહત
12 કલાક પહેલા
રમતગમતસુનીલ ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને કડક સંદેશ: હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરો
16 કલાક પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
20 કલાક પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
23 કલાક પહેલા
