રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ માટે 157 રનનો લક્ષ્ય આપ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ માટે 157 રનનો લક્ષ્ય આપ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 10મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.

આ મેચમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી, પાવરપ્લેમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેઓ 10 ઓવરમાં ફક્ત 35 રન જ બનાવી શક્યા હતા. ત્યારબાદ નીતિશ રેડ્ડી અને હેનરિક ક્લાસેનએ 5મી વિકેટ માટે 100 થી વધુ રનની ભાગીદારી કરીને ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં હેનરિક ક્લાસેન 62 રન બનાવ્યા હતા અને નીતિશ રેડ્ડીએ 56 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને અવેશ ખાને 2-2 વિકેટ લીધી હતી, જ્યારે દિગ્વેશ રાઠી અને એમ. સિદ્ધાર્થે 1-1 વિકેટ લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં હવે છ મેચ રમી છે, જેમાંથી લખનૌ સુપર જાયન્ટ્સે ચારમાં જીત મેળવી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત બેમાં જ જીત્યું છે. હૈદરાબાદ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાં LRH એ બે અને SRH એ એકમાં જીત મેળવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર