રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ15 જૂન, 2026| Super Admin

તસ્કરો બેફામ: વામૈયામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ. ૧.૧૮ લાખની ચોરી

તસ્કરો બેફામ: વામૈયામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ. ૧.૧૮ લાખની ચોરી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1.18 લાખની રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂત પરિવાર સવારે પોતાના કામ અર્થે ખેતરે ગયો હતો. સરસ્વતી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વામૈયા ગામના મઘાણી પાર્ટી મહાદેવીયા વિસ્તારમાં રહેતા ખેડૂત દલપતજી શંકાજી ઠાકોર ગત 13 જૂન, 2026ના રોજ સવારે 7 વાગ્યે પોતાના ટ્રેક્ટર સાથે કુન્તવાડા ગામની સીમમાં ખેડ કરવા ગયા હતા. તેમનો દીકરો દીપકજી પાટણ ગંજ બજારમાં નોકરી પર હતો, જ્યારે પત્ની વસંતબેન ભેંસો માટે ચારો લેવા ખેતરે ગયા હતા.આથી, સવારે 9:30 વાગ્યાના અરસામાં

ઘર બંધ અને ખાલી હતું, જેનો લાભ લઈ ચોરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. આશરે 10 વાગ્યે દલપતજી ઠાકોર ખેતરેથી પરત ફર્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જોયો. અંદર તપાસ કરતા રૂમના દરવાજાનું તાળું તૂટેલું પડ્યું હતું. ચોરોએ રૂમમાં રાખેલી ત્રણ લોખંડની પેટીઓ પૈકી એકનું તાળું તોડી કપડાં વેરવિખેર કરી નાખ્યા હતા. તપાસ કરતાં પેટીમાંથી રૂ. 45,000ની રોકડ રકમ ગાયબ હતી.આ ઉપરાંત, 250 ગ્રામ વજનની ચાંદીની બે ઝાંઝરી અને 250 ગ્રામ વજનની બે ચાંદીની કોબીઓ પણ ચોરાઈ ગઈ હતી, જેની અંદાજિત કિંમત રૂ. 73,000 થાય છે. આમ, ચોરો કુલ રૂ. 1,18,000ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ચોરીની જાણ થતાં દલપતજી ઠાકોરે આસપાસ અને ગામના આગેવાનો સાથે તપાસ કરી, પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું 

સંબંધિત સમાચાર