સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ

વાલીઓ અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક બદલી ની માગ કરી
આચાર્ય એ પોતાના પરના આક્ષેપો ને પાયા વિહોણા ગણાવી તાળાબંધી બદલ કાયદેસરની કાયૅવાહી કરવા જણાવ્યું; પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી.
આ બાબતે મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામની રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય ની તાનાશાહી સાથે વિધાર્થી સાથે કરાતા અસભ્ય વાણી વિલાસ ને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પરેશાન બન્યાં હોય વિધાર્થીઓ દ્રારા આ બાબતે ની સધળી હકીકત તેઓના વાલીઓ અને ગ્રામજનોને જણાવતાં શુક્રવારે વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી શાળાને તાળાબંધી કરી આચાર્ય ની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી.
શાળાના આચાર્યની તાનાશાહીની સાથે સાથે આચાર્ય દ્વારા SMC સભ્યોના રજીસ્ટરમાં પણ ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે શાળાના આચાર્ય ને પુછતાં તેઓએ પોતાના ઉપર વાલીઓ અને ગ્રામજનો દ્રારા કરાયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી શાળાને તાળાબંધી કરવા બદલ કાયદેસરની કાયૅવાહી કરાશે તેવું જણાવ્યું હતું. સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળા ના આચાર્ય ની તાનાશાહીને લઇ શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો એકત્ર થતાં ચકચાર મચી જવા પામી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Community Action#Kanesara Village#Siddhapur Taluka#School Lockdown#Principal Controversy#Ramnagar Primary School#Parent Protests#Villager Anger#Allegations of Misconduct#Education Administration
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
17 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
