રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 એપ્રિલ, 2025| Super Admin

વડાવલી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ મુસ્લિમોના પરિવારને રૂ.20 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

વડાવલી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ મુસ્લિમોના પરિવારને રૂ.20 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે મુસ્લિમ પરિવારના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે થયેલા મોતના પગલે મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાયની રકમ પ્રાપ્ત થાય તે માટે પાટણ સાંસદ, ચાણસ્મા અને પાટણના ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆતના પગલે સરકાર દ્વારા દરેક મૃતકોના પરિવારજનોને મૃત્યુ સહાય પેટે રૂ.4-4 લાખની રકમ આપવાનો નિર્ણય કરી શનિવારે પાટણ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના સીમ તળાવમાં અકસ્માતે મૃત્યુ પામેલા મુસ્લિમ પરિવારના 5 વ્યકિતઓના પરિવારજનોને આર્થિક સહાય રૂપે રૂ.20 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મૃત્યુ સહાયના ચેક વિતરણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના રાજકીય આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાત્વના પાઠવી દિલ સોજી વ્યક્ત કરી હતી.આ ચેક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, રમેશભાઇ સિંધવ સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો સાથે આર.એ.સી  બોડાણા, જિલ્લા વિકાસ અધિકારી સહિત મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર