રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા24 ઑગસ્ટ, 2025| Super Admin

ઊંઝા અને સિધ્ધપુર પંથકમાં વરસાદની હેલી : વાતવરણમાં ઠંડુગાર

ઊંઝા અને સિધ્ધપુર પંથકમાં વરસાદની હેલી : વાતવરણમાં ઠંડુગાર
મગા નક્ષત્ર હોવાથી ખરીફ પાકોને જીવતદાન; સિધ્ધપુર પંથકમાં વરસાદની હેલી શરૂ થઈ છે. સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેને વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઊંઝા અને સિધ્ધપુર શહેર સહિત તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ખૂબ લાંબા સમયે વરસાદ વિરામ લીધો હતો. ગરમીનો પારો ઊંચકાતા અસસહ્ય ઉકળાટ અને બફારા લોકો ત્રસ્ત થયાં હતા જેને લઇ વરસાદ આવતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઊંઝા અને સિધ્ધપુર શહેરમાં વરસાદને લઈ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. અચાનક આવેલ મેઘરાજાની એન્ટ્રીને લઈ બજારમાં લોકો અટવાયા હતા. તહેવાર ટાણે મેઘરાજાની અચાનક ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે. આ વરસાદ મગા નક્ષત્ર હોવાથી ખરીફ પાકોને જીવતદાન મળશે. ખેડૂતો માટે કાચું સોનું વરસી રહ્યું છે. ઊંઝા અને સિધ્ધપુર પંથકમા ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં દિવેલા પાકોનું વાવેતર કરશે તેમજ કઠોળમાં મગ, અડદ, તુવેર જ્યારે અનાજમાં બાજરી, જુવાર અને રોકડીયા પાકમાં એરંડા, ગુવારના વાવેતરને જીવતદાન મળશે. મગા નક્ષત્રમાં વરસી રહેલ વરસાદ ખરીફ પાકો માટે અમૃત સમાન બની રહેશે. ઊંઝા સિદ્ધપુર પંથક સહિત તાલુકામાં વરસી રહેલ કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

સંબંધિત સમાચાર