રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં રેલવેની પ્રોટેક્શન વોલ ધરાશાઈ વીજ કડાકા સાથેના વરસાદ વચ્ચે દિવાલ પડી

પાલનપુરમાં રેલવેની પ્રોટેક્શન વોલ ધરાશાઈ વીજ કડાકા સાથેના વરસાદ વચ્ચે દિવાલ પડી

પાલનપુરમાં ગતરાત્રે વીજ કડાકા અને ભારે પવન સાથે થયેલા વરસાદ વચ્ચે ઢુંઢીયાવાડી વિસ્તાર માં રહેણાંક વિસ્તારને અડીને આવેલી રેલવેની પ્રોટેક્શન દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરમાં ગતરાત્રે ભારે વીજ કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસ માં રહેણાંક વિસ્તારમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી. પાલનપુર રેલવે સ્ટેશન પાછળ રહેણાંક મકાનોની સામે આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઇ હતી. દિવાલ પડતા બાઈક, પાણીની ટાંકી અને મકાનના દરવાજાને નુકશાન થયું હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું. જોકે, રાત્રીનો સમય હોઈ પાછળના ભાગે કોઈ હાજર ન હોઈ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારે રેલવે વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર