રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ2 જૂન, 2026| Super Admin

રાધનપુર કલ્યાણપુરા બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી, ૨ વર્ષથી અંધારપટ છવાયો

રાધનપુર કલ્યાણપુરા બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી, ૨ વર્ષથી અંધારપટ છવાયો

કલ્યાણપુરા બ્રિજ સર્વિસ રોડ ઉપર લાગેલ સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની- અંધકારમય બ્રિજ પર અકસ્માતનો ભય, નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ઉઠ્યા સવાલો

પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કલ્યાણપુરા બ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી સ્ટ્રીટલાઈટો છેલ્લા બે વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં પડેલી હોવાથી સમગ્ર વ્યવસ્થા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે બ્રિજની બંને બાજુ વીજપોલ ઉભા કરી તેના ઉપર આધુનિક સ્ટ્રીટલાઈટો પણ ફિટ કરવામાં આવી હતી. જોકે લાઈટો લગાવ્યા બાદ આજદિન સુધી તેને કાર્યરત કરવામાં આવી નથી. પરિણામે રાત્રિના સમયે સમગ્ર બ્રિજ અંધકારમાં ગરકાવ રહે છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ કલ્યાણપુરા બ્રિજનું નિર્માણ અંદાજે 12 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી બ્રિજ પર પ્રકાશની કોઈ સુવિધા ન હોવાથી વાહનચાલકો અને ગ્રામજનો દ્વારા સ્ટ્રીટલાઈટની માંગ કરવામાં આવતી હતી. ત્યારબાદ બે વર્ષથી વધુ સમય પહેલાં સ્ટ્રીટલાઈટના થાંભલા ઉભા કરી લાઈટો લગાવવામાં આવી હતી, પરંતુ આજે પણ તે ચાલુ કરવામાં આવી નથી. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે લાઈટો લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેને કાર્યરત કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કઈ અડચણ નડી રહી છે? લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો સુવિધાનો ઉપયોગ જ ન થાય તો સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું લોકોમાં માનવામાં આવી રહ્યું છે.

રાત્રિના સમયે બ્રિજ પર અંધારું છવાયેલું રહેતા અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે. ખાસ કરીને ભારે વાહનો, બે પૈડાવાળા વાહનચાલકો તેમજ પગપાળા પસાર થતા લોકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સંબંધિત તંત્રને કલ્યાણપુરા બ્રિજ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટલાઈટો તાત્કાલિક ધોરણે શરૂ કરવા અને વાહનચાલકોને સુરક્ષિત તથા પ્રકાશમય માર્ગ સુલભ કરાવવા લોકમાંગ ઊઠી છે.

ટેગ્સ:#radhanpur

સંબંધિત સમાચાર