રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ15 જૂન, 2026| Super Admin

પંપીંગ સ્ટેશનની કુંડી ફાટતાં આજુબાજુના ખેતરોમાં ગંદા પાણીની રેલમછેલ

પંપીંગ સ્ટેશનની કુંડી ફાટતાં આજુબાજુના ખેતરોમાં ગંદા પાણીની રેલમછેલ

રેલવે અને હંસાપુર પંપીંગ સ્ટેશનનું ગંદુ પાણી ખેતરોમાંથી પીવાના પાણીની કેનાલમાં ભળવાનો ભય

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભૂગર્ભ પંપીંગ સ્ટેશનની કુંડી ફાટી ગઈ છે. જેના કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે. આ ખેતરો પાસેથી પીવાના પાણીની મુખ્ય કેનાલ પસાર થતી હોવાથી સ્થાનિક લોકો અને ખેડૂતોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે.

રેલ્વે સ્ટેશન અને હંસાપુર ભૂગર્ભ પંપીંગ સ્ટેશન સહિતના વિવિધ પંપીંગ સ્ટેશનોનું ગંદુ પાણી એક મુખ્ય ચેમ્બરમાં એકઠું થાય છે, જે બહુચર પંપીંગ સ્ટેશન તરફ મોકલવામાં આવે છે. હાલમાં આ મુખ્ય કુંડી સંપૂર્ણપણે ફાટી જતાં ગટરનું પાણી ખુલ્લામાં વહી રહ્યું છે અને ખેતરોમાં ભરાઈ રહ્યું છે.ખેતરોમાં પાણીનો મોટો ભરાવો થયો છે. જોકે, પાછળ બનેલા નવા રોડને કારણે પાણીનો પ્રવાહ થોડો અટક્યો છે. પરંતુ જો આખું ખેતર ગંદા પાણીથી ભરાઈ જશે, તો આ પાણી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની કેનાલમાં ભળી જવાની ગંભીર દહેશત છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી આ ભૂગર્ભનું ગંદુ પાણી કેનાલમાં પણ પડતું હતું. 

આ અંગે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય દ્વારા આ બાબતે સત્તાધીશો અને ચીફ ઓફિસરને સ્થળ પર આવીને નિરીક્ષણ કરવા વિનંતી કરાઈ છે. તેમણે ખેડૂતોના ખેતરમાં ભરાતા પાણી અને પીવાના પાણીની લાઈનમાં ભળતા ગંદા પાણીની આ ગંભીર સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માગણી કરી છે.

સંબંધિત સમાચાર