રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુઈગામ પંથકમાં ગૌરવપૂર્ણ ક્ષણ: જનગણના-૨૦૨૭ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત

સુઈગામ પંથકમાં ગૌરવપૂર્ણ ક્ષણ: જનગણના-૨૦૨૭ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત

જનગણના-૨૦૨૭ અંતર્ગત સુઈગામ તાલુકામાં ફિલ્ડ ટ્રેનર તથા સુપરવાઈઝર તરીકે  દાનસિંહ કે.રાજપૂત એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે ફિલ્ડ ટ્રેનરની ફરજની સાથે-સાથે સુપરવાઈઝર તરીકે સુઈગામ તાલુકામાં પ્રથમ અને વાવ-થરાદ જિલ્લામાં પણ પ્રથમ કામગીરી પૂર્ણ કરી રાષ્ટ્રીય ફરજ અને નાગરિક કર્તવ્યની ફરજ નિભાવી છે. સરહદી પંથકનાં છેવાડાના વિસ્તારોમાં નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી છે. સુઈગામ તાલુકા વહીવટીતંત્રના સંકલન સાથે સોશિયલ મીડિયા, ટેલિફોનિક તથા ગ્રાઉન્ડ લેવલ પર ગણતરીદારો તથા સુપરવાઈઝરો સાથે માર્ગદર્શન આપી, દિશા આપી તથા મદદરૂપ બની સરાહનીય કામગીરી કરી છે. ટેક્નિકલ કે અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે સતત ગણતરીદારો અને સુપરવાઈઝરો સાથે જોડાયેલા રહી સફળ કામગીરીમાં નાગરિક કર્તવ્ય સાથે પ્રસંશનીય ભૂમિકા ભજવી છે. 

જે સંદર્ભે દાનસિંહ કે.રાજપૂતને સુઈગામ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.એમની ઉમદા ફરજ અને નિષ્ઠા પૂર્વકની કામગીરીને બિરદાવવા સુઈગામ તાલુકા વહીવટીતંત્ર અભિનંદન પાઠવે છે. ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કામગીરીમાં આવી જ ફરજ આપતા રહે એજ આશા અને અપેક્ષા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ અગાઉ બુથ લેવલ ઓફિસર (BLO), પૂર રાહત કામગીરી-૨૦૨૫, ચૂંટણીલક્ષી તાલીમથી લઈ પરિણામ સુધીની તમામ કામગીરી, શિક્ષણ વિભાગની તાલીમોમાં તજજ્ઞ તરીકે સુંદર કામગીરી તેમજ શિક્ષક તરીકેની પણ ઉત્તમોત્તમ સેવા આપી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર