બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને દેશભરના હિંદુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિંદુ સમાજે રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હિંદુ સમાજ પર થઇ રહેલો અત્યાચાર બંધ કરાવવાની માંગ કરી હતી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ કટ્ટરવાદીઓ દ્વારા સતત હિંદુઓને અને હિંદુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારને લઈને દેશનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિંદુઓ પરના અત્યાચારને લઈને હિંદુ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિવિધ હિંદુ સંગઠનોએ અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.






