રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત

વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત
વિજાપુરમાં વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મુસ્લિમ સમાજે પ્રદર્શન કર્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદના નેતૃત્વમાં નીકળેલી રેલીમાં સંસદમાં પસાર થયેલા વકફ બિલ અને UCCનો વિરોધ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી પહોંચે તે પહેલાં પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ કાર્યવાહી કરી હતી. પોલીસે તલત મહેમુદ સૈયદ, અસપાક અલી સૈયદ, સાદિક કુરેશી અને તંજીલ સૈયદ સહિત 60થી વધુ યુવકોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોને બે વાહનોમાં વસઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ "વકફ બિલ-UCC બિલ પરત ખેંચો", "મુસ્લિમ સમાજમાં દખલ કરવાનું બંધ કરો" અને "સરકારની તાનાશાહી નહીં ચાલે"ના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ પગલું લીધું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર