civil rights

જેલમાં ખોટી રીતે રાખ્‍યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્‍ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. સુપ્રીમ  કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્‍પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્‍યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્‍ત કરતા આપી હતી. જસ્‍ટીસ વિક્રમનાથ, જસ્‍ટીસ સંજય કરોલ અને જસ્‍ટીસ સંદીપ મહેતાની બેન્‍ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્‍ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્‍યું કે અમેરિકા જેવા વિદેશી ન્‍યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્‍ય બંને કાયદાઓ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે…

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી…

વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત

વિજાપુરમાં વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મુસ્લિમ સમાજે પ્રદર્શન કર્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહેલા પ્રદર્શનકારીઓની…

પાકિસ્તાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતાં 3 લોકોના મોત, બલૂચ નેતાની ધરપકડ: રિપોર્ટ

પાકિસ્તાની પોલીસે બલૂચ વિરોધીઓ પર કડક કાર્યવાહી કરી, અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ત્રણ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા,…

ઓહિયોના બાથરૂમ કાયદા પર વિવાદ, કેમ્પસમાં આંતરિક ઝઘડો

ઓહાયોની કેટલીક પ્રખ્યાત પ્રગતિશીલ કોલેજો માટે, ટ્રાન્સજેન્ડર મહિલાઓને શાળાઓમાં મહિલા શૌચાલયનો ઉપયોગ કરવાથી રોકવા માટે રચાયેલ એક નવો રાજ્ય કાયદો…