રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા કોલેજમાં થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ડીસા કોલેજમાં થેલેસેમિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસામાં ગાંધી લિંકન હોસ્પિટલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ રોટરી ક્લબ, ડીસાના સંયુક્ત ઉપક્રમે ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. આરતીબેન જી. પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજમાં કાર્યરત હેલ્થ એન્ડ હાઇજીન  સેલના કન્વીનર ડૉ.સુનીતા એલ. ઠક્કર દ્વારા તા. 09/09/2026, બુધવારના રોજ બી.એ. સેલ્ફ ફાયનાન્સ અને બી.કોમના કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગાંધી લિંકન હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડન્ટ  ડૉ. જગદીશભાઈ એમ. સોની સાહેબ હાજર રહ્યા. 

તેમજ તા. 10/09/2026, ગુરૂવારના રોજ બી.એ. ગ્રાન્ટ-ઈન-એઈડના કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે રોટરી ક્લબમાંથી રોટે. ડૉ. હિરેનભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા. વિદ્યાર્થીઓને થેલેસેમિયા શું છે, થેલેસેમિયા ટેસ્ટ શા માટે કરાવવો જોઈએ, થેલેસેમિયાની ચેઈન કઈ રીતે તોડી શકાય, રક્તદાન કેમ કરવું જોઈએ, પુખ્તવયે દીકરા-દીકરીનું સગપણ નક્કી કરતાં પહેલા તેમની જન્મપત્રિકા મેળવો કે નહિ મેળવો તો ચાલશે પરંતુ તેમના થેલેસેમિયા રિપોર્ટ મેળવવા અતિ આવશ્યક છે. જો દીકરા-દીકરીનો થેલેસેમિયા રિપોર્ટ માઈનર હોય તો ગભરાવવાની જરૂર નથી પરંતુ આવા સમયે જે વ્યક્તિ સાથે તેમનું સગપણ કરવાનું હોય તે વ્યક્તિનો થેલેસેમિયા રિપોર્ટ નોર્મલ હોય તે અતિ આવશ્યક છે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં આવનાર સંતાન સ્વસ્થ જીવન જીવી શકે અને થેલેસેમિયાની ગંભીરતાને આગળ વધતાં અટકાવી શકાય. 

જો લગ્નગ્રંથીથી જોડાનાર બંને વ્યક્તિઓ થેલેસેમિયા માઈનર હોય તો ભવિષ્યમાં થનાર સંતાન થેલેસેમિયા માઈનર કે મેજર હોઈ શકે. થેલેસેમિયા મેજર વ્યક્તિનું જીવન ટૂંકું અને તકલીફોથી ભરેલું હોય છે વગેરે બાબતો અંગેની વિસ્તૃત સમજણ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન અને વિડીયો કલીપના માધ્યમ દ્વારા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખશ્રી નટુભાઈ પટેલ, સહમંત્રી દેવેન્દ્રભાઈ રાજપૂત તેમજ રોટરી ક્લબના પ્રમુખ શશીનભાઈ મેવાડા, સેક્રેટરી પરીનભાઈ પંડયા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેલના સભ્યો તથા કોલેજના તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ સાંપડ્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર