રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 નવેમ્બર, 2025| Super Admin

પાટણમાં આઇકોનિક બસ સ્ટેશનના રૂટ પરના દબાણો દુર કરાયા

પાટણમાં આઇકોનિક બસ સ્ટેશનના રૂટ પરના દબાણો દુર કરાયા
દુર કરાયેલા દબાણો પુનઃઉભા ન થાય તે માટે પાલિકા દ્વારા માગૅનું સતત મોનિટરિંગ કરવામાં આવશે પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પાટણ નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસે શનિવારે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે, બસની અવર જવરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું નગરપાલિકાના અધિકારીઓ અને સિટી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો.આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવર જવર મુશ્કેલ બની રહી હતી, જેનાથી લોકોને અગવડતા પડતી હતી.આ બાબતને ગંભીરતાથી લઈને, નગરપાલિકાની ટીમે ટ્રાફિક પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા. આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી-ગલ્લા, દૂર કરવામાં આવ્યા હતા તો પતરાના શેડ સહિત ના અન્ય નડતરરૂપ દબાણો દૂર કરી માગૅ ને ખુલ્લો કરીને દબાણકતૉ ઓને પુનઃ દબાણ ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના આપી દબાણ મુક્ત થયેલા વિસ્તારમાં ફરીથી કોઈ દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર